Saturday, July 4, 2009

2nd chapter of 'Nava Yugnu Gyan'

નવો યુગ

એક સામાન્ય સમજ એવી છે કે ઉત્ક્રાંન્તિમાં માનવ વિકાસ સીધી લીટીનો જ રહ્યો છે. એવું મનાય છે કે શરૂઆતના લાંબા ગાળાના અસભ્ય, જંગલી અને રખડતા જીવનમાંથી વિકસીને માનવ ધીમે ધીમે સભ્ય બન્યો અને સમય જતાં વધુને વધુ સભ્ય, સુસંસ્કૃત અને સમૃદ્ધ બનતો ગયો. પરંતુ આ ટૂંકી દૃષ્ટિનું તારણ છે. તમે માનવ ઉત્ક્રાંતિના શરૂઆતના સમયનું વિચારશો તો જણાશે કે ત્યારે પણ હોંશિયાર અને બુદ્ધિશાળી માનવો વસતા હતા, કુદરતે, કોઈ પણ સમયે કે કોઈ પણ પેઢીના માનવને પોતાની સંપત્તિથી વંચિત રાખ્યા નથી. અલબત્ત જીવન કોઈક સમયે કે સ્થળે અન્ય સમય કે સ્થળ કરતાં ઓછું કે વત્તું સુસંસ્કૃત હતું.


પૂર્વે, સમયને સીધી રેખાને બદલે એક પૈંડા કે વર્તુળ સાથે સરખાવાતો. વર્તુળ એટલે કે તમે હંમેશા એક ને એક બિંદુ પર પાછા ફરો છો. અંધાર યુગથી સુવર્ણ યુગમાં પાછા ફરો છો. ત્યાર બાદ સમયના વહેણ સાથે, એક સંસ્કૃતિની સ્થિતિ લય પામે છે અને કોઈક ભવિષ્યમાં પાછી દેખાદે છે. જેને આપણે નવો યુગ કહીએ છીએ એમાં કશુંજ નવું નથી, એ પુરાતન જ છે.



જૂના જમાનાથી, નવાયુગ તરફનો બદલાવ પ્રતિષ્ઠાથી આત્મસન્માન તરફનો છે. પાછલી સદીમાં કે પાછલા કેટલાક દશકો તરફ ધ્યાન કરો; મૂલ્યો બદલાયાં છે. લોકો વધુ દેખાડો કરવા લાગ્યા છે અથવા તેમને અન્ય લોકો તેમને વિશે શું વિચારે છે તેની ચિંતા વધુ છે. નવા યુગના પ્રારંભ સાથે મૂલ્યો બદલાય છે. જૂના જમાનામાં લોકો ભગવાનને ક્યાંક આકાશમાં શોધતા હતા. નવા યુગમાં ""તમે દિવ્ય છો'' અને ""ભગવાન ક્યાંક તમારી અંદર જ છે'' નો વિચાર આગળ આવી રહ્યો છે.

નવા યુગમાં લોકો ""ભલો માણસ'' અને ""ચેતના'' વિશેની વાતો, પ્રેમ અને ધ્યાન વગેરેના મૂલ્યોના સંદર્ભમાં કરે છે. થોડા દાયકાઓ પહેલાં જો કોઈએ પ્રેમની વાત કરી હોત તો એને ઢોંગ કે અવૈજ્ઞાનિક વાતમાં ખપાવાત. પાછલો યુગ મન સાથે વધુ જોડાયેલો હતો જ્યારે નવો યુગ હૃદયની વધુ નજીક છે, પરંતુ લોકો હજી કાંઈક ઠોસ શોધી રહ્યા છે. કહેવાતા નવા યુગનું જ્ઞાન હજી સબળ નથી અને હવામાંની ધુમ્રસેર જેવું



No comments:

Post a Comment